જેમ્સ વેબ્બ સ્પેસ ટેલિસ્કોપ (ભાગ-3 , લૉન્ચ તથા શરૂઆતની ગતિવિધિ )

આપણે નાસાના અંતરિક્ષ ટેલિસ્કોપ જેમ્સ વેબ્બ અંતરિક્ષ ટેલિસ્કોપ, ટૂંકમાં JWST વિષે ચર્ચા કરી રહ્યા છીએ. આગળ ભાગ-1માં JWST મીશનની પૃષ્ઠભૂમિ તથા ભાગ-2માં તેની રચના વિષે ચર્ચા કરી. હવે વાત આગળ ચલાવીએ JWSTની જટીલ ડિઝાઈનને કારણે તેને બનાવતા સમયે ઇજનેરોને અનેક … Continued

જેમ્સ વેબ્બ સ્પેસ ટેલિસ્કોપ (ભાગ- 2, ડિઝાઇન)

શૃંખલાના ભાગ-1માં આપણે જોયું કે JWSTને જે કાર્ય કરવાનું હતું તે માટે  જરૂરી અરિસાનું માપ અને તેનું ઉષ્ણતામાન ઇજનેરોએ નક્કી કરી લીધું,  હવે સમય હતો, આવું ટેલિસ્કોપ બનાવી  તેને અંતરિક્ષમાં મોકલવું શી રીતે, અને તેને  સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગરમીથી … Continued

નાસાના ડાર્ટ (DART) નું અચૂક નિશાન

આશરે 30 માસ પહેલાં, આપણે, અવકાશી ઉલ્કાથી પથ્વીની રક્ષા કરવા માટેની ટેકનોલોજી વિકસાવવાના  પ્રયાસની વાત કરી હતી. આપણે એ પણ જોયું હતું કે આ પ્રયાસના ભાગ રૂપે, અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA), એક ઉલ્કા સાથે અંતરિક્ષયાન અથડાવી તેનો પથ  બદલવાના … Continued

જેમ્સ વેબ્બ સ્પેસ ટેલિસ્કોપ (ભાગ- 1)

અમેરિકાના ડો પેમેલા ગે અને કેનેડાના શ્રીમાન ફ્રેઝર કેન સાથે મળી છેલ્લા સોળ વર્ષથી, “એસ્ટ્રોનોમી કાસ્ટ” (Astronomy Cast) ના નામથી એક પોડકાસ્ટ પ્રસારિત કરે છે. પોડકાસ્ટમાં, ખગોળ તથા અંતરિક્ષને લગતા સમાચાર તથા તે ક્ષેત્રના બીજા રસપ્રદ પાસાની સાપ્તાહિક ચર્ચા થાય … Continued

પલ્સાર- ખગોળશાસ્ત્રની સ્વિસ-આર્મી-નાઇફ

વર્ષ ૨૦૧૭માં આ વેબસાઇટ પર પલ્સારનો ઉપયોગ કરી ગુરૂત્વાકર્ષણ તરંગ શોધવા વિષે એક લેખ પ્રકાશિત થયો હતો. આજે પાંચ વર્ષ બાદ ખગોળશાસ્ત્રમાં પલ્સારના વિવિધ ઉપયોગ પર નજર નાખતા એવું પ્રતિત થાય છે, જાણે તે ખગોળશાસ્ત્ર માટે સ્વિસ-આર્મી-નાઇફની ગરજ સારે છે   

નવમા ગ્રહ, Planet Nine ની શોધ

જ્યોતિષશાસ્ત્ર માં  માનતા હોઇએ કે ન માનતા હોઈએ, પરંતુ હિન્દુ પંચાંગ પ્રમાણે બનેલી જન્મ-કુંડળી તો આપણે બધાએ જોઈ છે. કુંડળી જન્મ સમયે નવ ગ્રહની આકાશમાં સ્થિતી બતાવે છે. આપણે એ પણ  જાણીએ છીએ કે કુંડળીના નવ પૈકી સૂર્ય. ચંદ્ર, રાહુ અને … Continued

કોઈ છે?- શોધ, આકાશગંગામાં વિકસિત સંસ્કૃતીની.

“મંગળ ગ્રહ પર જીવનની ખોજ આટલી અગત્યની શા માટે છે?”. અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાની પાંચમી બગી પર્સવીઅવરન્સ (Perseverance)   ગુરુવાર, તારીખ 18 ફેબ્રુઆરીની રાત્રે મંગળ ગ્રહ પર ઉતરી એ ઘટનાના જીવંત પ્રસારણ વખતે મુલાકાત આપતા નાસાના એન્જિનિયરને એક દર્શકે,મને સાંભરે છે … Continued

નાસાનું “લગે-રહો” મંગળ-યાન : પર્સીવિઅરન્સ (Perseverance)

આજથી આશરે 30 માસ પહેલાં, વર્ષ 2018માં આપણે મંગળ ગ્રહની માટીના નમૂના પૃથ્વી પર લાવવાના મહત્વકાંક્ષી અંતરિક્ષ પ્રોજેક્ટની વાત કરી હતી. તે લેખમાં દર્શાવ્યા અનુસાર આખો પ્રોજેક્ટ એક રીલે રેસને મળતો આવે છે. હવે આ દોડનો પહેલો ખેલાડી પોતાના લક્ષ પર પહોંચવાની તૈયારીમાં છે. આજે આપણે આ દોડ-વીર વિષે વાત કરીશું

સૂર્ય ગ્રહણ- કેટલિક ઓછી જાણિતી વાત

ચેતવણી : આમ તો કોઇ પણ સમયે સૂર્ય સામે જોવું આંખ માટે હાનિ કારક છે. સૂર્ય ગ્રહણના સમયે આ જોખમ અનેક ગણું વધી જાય છે, કારણ કે ગ્રહણના સમયે સૂર્યનો કુલ પ્રકાશ ઘટી જાય છે તેથી સામાન્ય રીતે  તેજ પ્રકાશમાં નાની … Continued

RA અને ડેક્લીનેશન- આકાશી અક્ષાંશ-રેખાંશ

ઘણા સમય પહેલાં મેં આકાશ-દર્શનના જુદા-જુદા પાસા વિષે લખવાનું વચન આપ્યું હતું. એક યા બીજા કારણ સર હું આ વચન પાળી શક્યો નથી. જે હવે COVID-19ના ઓછાયા નીચે, નવરાશની  પળોમાં પાળવાની કોશિશ કરી રહ્યો છું. કદાચ વાચક મિત્રો  માટે પણ … Continued