વિજ્ઞાન-સંચય, ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (Indian Space Research Organization- ISRO)ના નિવૃત્ત ઇજનેરની પહેલ છે. વિજ્ઞાન-સંચયનો આશય વિશ્વ-ભરના વિજ્ઞાન તથા ટેકનોલોજી ને લગતા સમાચારને ગુજરાતી વાચક, ખાસ કરી ને માધ્યમિક શાળાના વિદ્યાર્થી લગી પહોંચાડવા નો છે.

વિજ્ઞાન-સંચય માં પ્રકાશિત સમાચારનું સ્તર ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થી સમજી શકે તેના કરતાં થોડું ઊંચુ રાખવાનો  આશય છે. એટલું ઊંચુ કે જે  આવા વાચકને કશુંક નવું જાણવા પ્રેરે, તેને લલચાવે, પરંતુ એટલું ઊંચુ નહીં કે વાચક હતાશ થઇ સમાચાર વાંચવા નુ જ છોડી દે! સમાચારનું ચયન વિજ્ઞાન તથા ટેકનોલોજી  ક્ષેત્ર ના પ્રતિષ્ઠિત સામાયિક તથા વેબ-સાઇટ માં પ્રકાશિત સમાચારમાંથી કરાશે. બને ત્યાં સુધી સમાચાર ના મૂળ સ્ત્રોત ની વેબ-લિન્ક ને સમાચાર માં સામેલ કરીશું.

આવા નવીન પ્રયાસ માં  ઊણપ તથા ખામી હોય તે સ્વાભાવિક છે. એ પણ સંભવ છે કે સમાચાર ના વિવરણ માં કોઇક હકીકત દોષ રહી ગયો હોય. આ વિષે ટિપ્પણી તથા સૂચન vignan.sanchay@gmail.com પર આવકાર્ય છે.