એપ્રિલ ૨૦૧૭માં શરૂ થયેલી કેસીની અંતરિક્ષ-યાનની છેલ્લી સફર ધારણા મુજબ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ શનિ ગ્રહના વાતાવરણમાં પ્રવેશ તથા તેમાં એક ઉલ્કાની માફક સળગી જવા સાથે પુરી થઇ છે. કેસીની મિશનના બન્ને ભાગીદાર અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા (NASA) તથા યુરોપની અંતરિક્ષ સંસ્થા ઇસા (ESA) એ કેસીનીની છેલ્લી યાત્રાની વિગત તથા ર અનુક્રમે અહીં તથા અહીં મૂકી છે. કેટલાક અખબાર તથા સામાયિકો એ આટલા ખર્ચાળ (૪૦૦ કરોડ ડોલર) મિશનના આવા અંત ઉપર ભાર મૂક્યો છે પરંતુ વૈજ્ઞાનિકોએ આ શાણું પગલું
આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ, જેનું ઇંધણ સાવ ખલાસ થઇ ગયું હતું, જેના પર નિયંત્રણ રાખવું અશક્ય હતું તેવા અંતરિક્ષ-યાનની શનિ ગ્રહના ઉપગ્રહો સાથેની અથડામણ તથા તેને કારણે ઉપગ્રહના પર્યાવરણને નુકસાનની શક્યતાથી બચાવવા માટે લીધું છે.
શેર કરો